Coaching Sahay Yojana 2023 Apply
Coaching Sahay Yojana 2023 : કોચિંગ સહાય યોજના : ભારતીય સરકારની નવીનતમ પરિયોજના અને અભ્યાસક્રમોમાં મહત્ત્વની બદલાવો અને સુધારાઓની સાથે કોચિંગ સહાય યોજના 2023 સ્થાપિત કરેલી છે. આ પરિયોજના વડે વિદ્યાર્થીઓને વિશેષ કોચિંગ સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે જે તેમને અત્યુચ્છ શૈક્ષણિક માર્ગદર્શન અને પ્રશ્નોનો પ્રશ્નક્ષેત્ર પ્રદાન કરે છે.કોચિંગ સહાય યોજના 2023 અંતર્ગત, મૂળભૂત અભ્યાસક્રમોમાં કોચિંગ સેશન્સ અને પ્રશ્નોના બેંક પ્રદાન કરવામાં આવે છે. આ સેશન્સ દ્વારા વિદ્યાર્થીઓને વિષયની સમજ અને કાન્સેપ્ટ્સને વધુ સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. તેમાં અનેક મદદગાર સંશોધનપત્રો, પેપર સોલ્યુશન્સ, અભ્યાસક્રમ આદિની માહિતી ઉપલબ્ધ હોય છે.
Coaching Sahay Yojana 2023 | કોચિંગ સહાય યોજના વિગત
ગુજરાત માં બિન અનામત વર્ગના રહેતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૦માં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરણ-૧૧,૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને દર વર્ષે રૂા.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે.
કોચિંગ સહાય યોજના નો હેતુ – Objective
ગુજરાત માં રહેતા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ જે ધો 11,12 વિજ્ઞાન પ્રવાહ માં કરે છે તેને આર્થિક રીતે કોચિંગ સહાય આપવામાં માટે તેનો મુખ્ય હેતુ છે. જેથી બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ સારું ભણતર મેળવી શકે અને આગળ વધે.
કોચિંગ સહાય યોજના દ્વારા મળવાપાત્ર સહાય – Benefits
ગુજરાત માં વસતા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ-૧૦ માં ૭૦ ટકા કે તેથી થી વધુ મેળવેલ હોય અને ધોરણ-૧૧,૧૨ માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને દર વર્ષે રૂ.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે.
કોચિંગ સહાય યોજના માટે કોણ લાભ લઈ શકે – Eligibility
ગુજરાત રાજ્યમાં બિન અનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓને Coaching Sahay Yojana નો લાભ મેળવી શકે છે. આવા વિદ્યાર્થીઓ પાસે બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર ધરાવતા હોવું ફરજિયાત છે. ધોરણ- 10 માં 70% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને કોચિંગ કલાસમાં ભણતા હોય તેવા ધોરણ- 11 અને 12 ના વિજ્ઞાન પ્રવાહ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ટ્યુશન સહાય યોજના નો લાભ લઈ શકે છે.
જો કોઈ વિદ્યાર્થી શાળા કે કોલેજ માં કોચિંગ માટે ફી ભરેલ હશે તેને આ સહાય મળવાપાત્ર નથી. શાળા કોલેજ સિવાય બહાર અલગ થી કરવામાં આવતા ટયુશન લેવામાં આવે તેને સહાય મળવા પાત્ર થાય છે
કોચિંગ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ – Documents
- આધાર કાર્ડ (Aadhar Card)
- બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર – આવક નો દાખલો
- રહેઠાણનો પુરાવો
- ધોરણ-10 ની માર્કશીટ
- ઉંમરનો પુરાવો (જન્મનું પ્રમાણપત્ર/ LC)
- બેંક પાસબુકની
- પ્રિન્સિપાલ નું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું સર્ટીફિકેટ
- ટ્યુશન કલાસની વિગત (ભરેલ અને ભરવાપાત્ર ફી સાથે)
Apply Online For Coaching Sahay Yojana Gujarat | કોચિંગ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- STEP 1 : સૌપ્રથમ તમારે નિગમ ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે ત્યારબાદ તમને તેમાં Scheme નામનું એક મેનુ જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- STEP 2 : ત્યારબાદ તેમાં કોચિંગ સહાય યોજના (Coaching Help Scheme)ઉપર ક્લિક કરવાનું રહેશે.
- STEP 3 : ત્યારબાદ તમને તેમાં ટ્યુશન સહાય યોજના વિશે થોડી માહિતી જ જોવા મળશે ત્યારબાદ નીચે Apply Now ઉપર ક્લિક કરવાનું રહેશે.
- STEP 4 : ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને લોગીન આઈડી અને પાસવર્ડ માંગશે.
- STEP 5 : હવે લોગીન કર્યા બાદ તમારી સામે અલગ અલગ યોજનાઓ જોવા મળશે જે પણ યોજનામાં તમે અરજી કરવા માંગતા હોય તેમાં Apply Now ઉપર ક્લિક કરવાનું રહેશે.
- STEP 6 : પછી તમારે વિદ્યાર્થીઓ પોતાના ટ્યુશન ક્લાસ ની તથા પોતાના સંપર્ક ની વિગતો ભરવાની રહેશે અને Save બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
- STEP 7 : બધી વિગતો ભર્યા બાદ તમારે હવે પાસપોર્ટ સાઈઝ ફોટો – સિગ્નેચર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- STEP 8 : ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે હવે અરજીને કન્ફર્મ કરવાની રહેશે તે માટે Confirm Application ઉપર ક્લિક કરવાનું રહેશે.
- STEP 9 : અરજી કન્ફર્મ કર્યા બાદ તમારી સામે એપ્લિકેશન નંબર જોવા મળશે તે તમારે કોઈપણ સુરક્ષિત જગ્યાએ સાચવીને રાખવો.
0 Response to "Coaching Sahay Yojana 2023 Apply "
Post a Comment