PAN Card Link With Aadhar Card આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક



      Pan card With Aadhar Card Link અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી તથા યોજના ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ.

જે પણ માહિતી આપને આપીએ છીએ તે જે તે તારીખ ની હોય તેજ તારીખ પર ચાલતી હોય છે જેની નોંધ લેવી ચાલો આજે જાણીએ આ માહિતી.

હાલમાં આધાર અને પાનકાર્ડ લિંકનો (Aadhaar With PAN Card Link) મુદ્દો ખુબ ચર્ચામાં આવ્યો છે. તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા આ બાબતનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, પાનને આધારકાર્ડ સાથે લિંક (Link PAN with Aadhaar) કરવુ ફરજીયાત નથી તેવું જણાવ્યું છે. પરંતુ આ વાયરલ થઈ રહેલો મેસેજ તદન ખોટો (Fake message Viral) છે. જો તમે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં કરાવ્યું હોય તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

આવકવેરા વિભાગની જાહેરાત અનુસાર, જો 31 માર્ચ પહેલા આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક નહીં કરો તો તમારે 10 હજાર રૂપિયાનો સુધીનો દંડ ભરવો પડશે. જો 31 માર્ચ પછી જેમના પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક નહીં હોય, તેમના પાન કાર્ડ બંધ થઈ જશે. જેના કારણે વ્યક્તિના પાનકાર્ડ સંબંધિત તમામ કામ અટકી પડશે. હાલમાં રૂપિયા 1 હજારની ફી ચુકવીને આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવી શકાય છે.

ફેક વાયરલ મેસેજમાં જણાવાયું છે કે, ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત નથી, હાઇકોર્ટે એક ચુકાદામાં ઠેરવ્યું છે કે આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા મામલે સુપ્રીમમાં અરજી પેન્ડિંગ છે. આ ચુકાદો ન આવે ત્યાં સુધી ઇન્કમટેક્સ પાનકાર્ડને આધાર સાથે જોડવાનો નિયમ લાગુ પાડી રિટર્ન ભરતા અટકાવી શકે નહીં. હાઇકોર્ટના એડવોકેટ બંદીશ સોપારકરે 2017માં અરજી કરી હતી. તેમાં રજૂઆત કરાઈ હતી કે, આધારકાર્ડ સાથે પાનકાર્ડ જોડવામાં આવે તો તેના બાયોમેટ્રિક ડેટા લિંક થવાનો ભય રહે છે. અને પાનકાર્ડ ન જોડવાને લીધે પાનકાર્ડ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાય તો અરજદાર પોતાનું બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરી શકે નહીં.

તેથી આધાર સાથે પાનકાર્ડ ફરજિયાત જોડવાનો આઇ.ટી વિભાગનો નિર્ણય ગેરબંધારણીય છે. અરજદાર દ્વારા તેમના આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક નહીં કરાતા તેમનું પાનકાર્ડ સસ્પેન્ડ કરવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રોજર મેથ્યુ સામે સાઉથ ઇન્ડિયન બેન્ક લિમિટેડનો કેસ સુપ્રીમમાં પડતર છે તેના પર જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આખરી નિર્ણય ન લે ત્યાં સુધી સરકાર આધાર સાથે પાનનો નિયમ ફરજિયાત કરી શકે નહીં.


આ Pan card With Aadhar Card Link પોસ્ટ ને છેલ્લા સીધી જરૂર વાંચજો અને મિત્રો સાથે શેર જરૂર કરજો.

Pan With Aadhar Link Last date: આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. જેમા આધાર કાર્ડ અને પાન કાર્ડ ખૂબ જ અગત્યના ડોકયુમેન્ટ છે. સરકાર નિયમાનુસાર આપણા આધાર કાર્ડ ને અન્ય વીવીધ ડોકયુમેન્ટ સાથે લીંંક કરવાનુ કહે છે. અગાઉ બેંક ખાતા સાથે આધાર કાર્ડ અને પાન કાર્ડ આપણે લીંક કરાવેલ છે. Pan With Aadhar Link Last date હવે આપણા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરાવવાનુ ફરજીયાત બનાવ્યુ છે. જેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. ત્યારબાદ પાન કાર્ડ સાથે આધાર લીંક કરાવેલ નહિ હોય તો ઘણા કામ અટકી પડશે.

Pan card With Aadhar Card Link

પોસ્ટનું નામPan With Aadhar Link Last date
કેટેગરીટેક મસાલા
વિભાગIncome Tax Department
જરૂરી દસ્તાવેજોઈ-આધાર કાર્ડ, પાન કાર્ડ
આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ31 માર્ચ, 2023
વેબસાઈટincometax.gov.in 


નહિતર આટલા કામ અટકી જશે


આધાર અને પાન લીંક નહિ કરેલા હોય તો 31 માર્ચ બાદ આટલા કામ અટકી જશે. (Pan With Aadhar Link Last date)

  • 5 લાખથી વધુની રકમનુ સોનું ખરીદવુ હશે તો તે નહિ ખરીદી શકો.
  • બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા રોકડા ભરવા હશે કે ઉપાડવા હશે તો તે નહિ થાય.
  • પાનકાર્ડ એકટીવ નહિ હોય તો ઇન્કમ ટેક્ષ રીટર્ન પણ ઓનલાઈન ફાઇલ નહિ કરી શકાય.
  • પાન કાર્ડ સાથે જોડાયેલા કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારો અટકી જશે.
  • તમે મ્યુચ્યુઅલ ફંડ જેવી નાણાકીય યોજનાઓમાં રોકાણ કરતા હશો તો તે અટકી જશે.
  • વિવિધ સરકારી યોજનાઓ કે જેમા પાન કાર્ડ ની જરૂર પડતી હોય તેનો લાભ લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

31 માર્ચ પહેલા કરો આધાર પાન લીંક પાન કાર્ડ

આધાર પાન લીંક સ્ટેટ્સ

  • આધાર પાન લીંક સ્ટેટસ ચેક કરવા માટે તમારે સૌ પ્રથમ ઇન્કમ ટેક્ષ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ ઓપન કરવાની રહેશે. https://www.incometax.gov.in
  • https://www.pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaar આપેલ લીંક પર ક્લીક કરીને પણ સીધા ઓપન કરી શકો.
  • ઓફીસીયલ વેબસાઇટ ઓપન કર્યા બાદ ડાબી બાજુ Link Aadhar status ઓપન કરો.
  • ત્યારબાદ આ વેબસાઇટ મા તેમા આપેલ ‘View Link Aadhaar Status’ વિકલ્પ શોધવાનો રહેશે.
  • તમારો પાન અને આધાર નંબર દાખલ કરો, પછી ‘View Link Aadhaar Status’ પસંદ કરો.
  • જો તમારું પાન તમારા આધાર સાથે લીંક હશે તો તમારી સ્ક્રીન પર એક મેસેજ દેખાશે.

આધાર ને પાન સાથે લિંક કરવા માટેની પ્રોસેસ


જો તમે આધાર ને પાન કાર્ડ સાથે લીંક કરવા માગતા હોય તો તમારે નીચેના સ્ટેપ મૂજૅબ કામગીરી કરવાની રહેશે.

  1. આ માટે દેશના આવકવેરા વિભાગની ઓફીસીયલ વેબસાઇટ https://www.incometax.gov.in ઓપન કરવાની રહેશે.
  2. ઓફીસીયલ વેબસાઇટ ઓપન કર્યા બાદ ડાબી બાજુ Link Aadhar ઓપ્શન પર ઓપન કરો.
  3. -ત્યારબાદ એક નવું પેજ ખુલશે જ્યાં તમારે તમારા પાન, આધાર નંબર અને તમારા આધાર કાર્ડ પર જણાવેલ તમારું નામ દાખલ કરવાનું રહેશે.
  4. પેજ પર દેખાતા કેપ્ચા કોડને દાખલ કરો અને ‘Link Aadhaar’ બટન પર ક્લિક કરો.

અરજી કરવા માટે જરૂરી લિંક: ખોલો

આધાર અને પાનકાર્ડ સ્ટેટસ ચેક :-અહીં ક્લિક કરો

ઓજસ માહિતી હોમપેજ પર જવા માટે :- અહીં ક્લિક કરો

0 Response to "PAN Card Link With Aadhar Card આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક"

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel