How To Apply For Pan Card Online પાન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી ઓનલાઈન જાણો એકદમ સરળ



ચાલો પાન કાર્ડ માટે ઓનલાઇન તેમજ ઓફલાઇન કેવી રીતે અરજી કરવી તેની ચર્ચા કરીએ. (nsdl pan card apply online)

હવે લોકો માટે આ દિવસોમાં પાન કાર્ડ માટે અરજી કરવી વધુ સરળ બનાવી દીધી છે કારણ કે હવે તેઓ પાન કાર્ડ ઓનલાઇન તેમજ ઓફલાઇન પણ નવા પાન કાર્ડ માટે અરજી કરી શકે છે. જે લોકોએ પોતાનું પાનકાર્ડ ગુમાવ્યું છે તે પણ કાર્ડ ફરીથી Reprint માટે ઓનલાઇન અરજી કરી શકે છે અથવા NSDL અથવા UTIITSL પાસેથી E-Pan મેળવી શકે છે. અને પાન કાર્ડ ઓનલાઈન કેવી રીતે બનાવી શકો છો.


Pan card Apply 

  • પોસ્ટનું નામ :- Pan card Apply 
  • કેટેગરી :-Pan card
  • વિભાગ :-Income Tax Department
  • જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, પાન કાર્ડ
  • વેબસાઈટ :-NSDL


પાન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી ? | How To Apply For Pan Card Online - Step By Step Process

STEP 1: સૌપ્રથમ તમારે NSDL ની વેબસાઈટ પર જવાનું રહેશે.


તમને બે ઓપ્શન દેખાશે જેમાં Apply Online અને Registered User  છે. જો તમેં એક નવી અરજી કરો છો તો Apply Online પર ક્લિક કરવું અને જો તમે એક વખત registration કરેલું છે અને Token number મળી ગયા છે તો તમે Registered User પર ક્લિક કરી ને લોગીન કરવું.

STEP 2: લિંક પર ક્લિક કર્યાબાદ તમને એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે.
Application Type માં તમારે જે લાગુ પડે તે select કરવાનું રહેશે. અને Category માં જે લાગુ પડે તે સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે એક વ્યક્તિ માટે pan card માટે અરજી કરો છો તો Individual select કરવું.

STEP 3: Application Form ભર્યા પછી તમને એક Token નંબર મળશે જે તમારે સાચવી ને રાખવા જેના દ્વારા તમે આગળ તમે Login કરી શકો છો Step 1 માં દર્શાવ્યા પ્રમાણે Registered User પર ક્લિક કરી ને ફરીથી લોગીન કરી શકો છો.


ત્યારબાદ Continue With Application Form ક્લિક કરવું.


STEP 4: હવે તમારે અહીંયા ત્રણ રીતે PAN CARD બનાવી શકો છો. તમારે પાન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી છે તે સિલેક્ટ કરવાનું રહેશે.


1) Submit Digitally Through E-Kyc and E-sign

જો તમે આ option select કરશો તો તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર નહીં.

પરંતુ તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. અને આધાર કાર્ડ માં જે વિગતો અને ફોટો હશે તે જ વિગતો તમને પાન કાર્ડ માં જોવા મળશે.


2) Submit Scan Images Through E-sign

આ option select કરવા થી તમારે પાસપોર્ટ સાઈઝ ફોટો ,સિગ્નેચર અને કોઈ પણ એક પ્રૂફ માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.


આ પ્રોસેસ માં પણ તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. તો જ તમે ઓનલાઇન પાન કાર્ડ બનાવી શકો છો.


3) Forward Application Documents Physically

આ પ્રોસેસ માં તમારે ફોર્મ ભરી ને તમારે ફોર્મ ની પ્રિન્ટ કઢાવી ને સાથે ડોક્યુમેન્ટ્સ લઈ ને નજીક ના સેંટર માં જઇ ને ફોર્મ જમા કરવાનું રહેશે


આપણે અહીંયા 2. Submit Scan Images Through E-sign દ્વારા પાન કાર્ડ માટે ઓનલાઇન અરજી કરીશું.


ત્યારબાદ તમારે તમારી personal details ભરવાની રહેશે.


STEP 5: ત્યારબાદ તમારે Contact and Other Details ભરવાની રહેશે જેમાં સરનામું અને કોન્ટેક્ટ details હશે.


STEP 6: અહીંયા તમારે AO CODE type કરવાનો રહેશે 


જો તમને AO Code ખ્યાલ ન હોઈ તો State અને city select કરી ને પણ કરી શકો છો. જેમાં તમારે લાગુ પડતા વિસ્તાર અને કમાણી ની અંદર આવતા ઓપ્શન select કરવાના રહેશે.


STEP 7: હવે તમારે અહીંયા પાન કાર્ડ ની ઓનલાઇન પ્રોસેસ પુરી થઈ ગઈ છે તો તમારે હવે Confirm details કરવાની રહેશે તેના માટે આધાર કાર્ડ ના આગળ ના 8 અંક દાખલ કરવાના રહેશે.


અને details confirm માટે નીચે Edit અને Confirm ના ઓપ્શન આવશે. જો તમારે details ચેક કરવાની રહેશે જો કાઈ ભૂલ હોઈ તો તમે edit કરી શકો છો નહીંતર Confirm પર ક્લિક કરવું.


STEP 8: DETAILS CONFIRM કર્યા બાદ તમારે PAYMENT કરવાનું રહેશે. જે તમે Demand Draft ,Paytm એન્ડ UPI કે પછી નેટ બેન્કિંગ દ્વારા payment કરી શકો છો.


પાન કાર્ડ ઓનલાઇન માટે Fees 106.90 રૂપિયા છે.


STEP 9: PAYMENT કર્યા બાદ તમારે આધાર કાર્ડ માટે Authenticate પર કિલક કરવાનું રહશે અને તમારા આધાર કાર્ડ માં જે મોબાઇલ નંબર પર OTP આવશે.


otp આવે તે અહીંયા Enter કરવાનો રહેશે.


STEP 10: OTP દાખલ કર્યા બાદ Continue With eSign પર ક્લિક કરવાનું રહશે.


અહીંયા આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે જે ફરીથી તમારા આધાર રજીસ્ટર મોબાઈલ માં OTP આવશે એ દાખલ કરવો. અને CONFIRM પર ક્લિક કર્યા બાદ તમારા પાન કાર્ડ માટે ની ઓનલાઇન અરજી પ્રક્રિયા અહીં પુરી થશે.


ત્યારબાદ Continue With Application Form ક્લિક કરવું.


જરૂરી લિંક: ખોલો

પાનકાર્ડ સ્ટેટસ ચેક :-અહીં ક્લિક કરો

ઓજસ માહિતી હોમપેજ પર જવા માટે :- અહીં ક્લિક કરો

0 Response to "How To Apply For Pan Card Online પાન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી ઓનલાઈન જાણો એકદમ સરળ "

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel