PM Kisan Mandhan Yojana
ક્યારેય વિચાર્યું છે કે ખેતી કર્યા બાદ વૃદ્ધાવસ્થામાં શું થશે? કમાણી ઘટી જાય, શરીર કામ ન કરે, અને ઘરનાં ખર્ચા તો યથાવત રહે… એ જ સંજોગોમાં ખેડૂતને સહારો આપવા માટે સરકારે એક ખાસ યોજના શરૂ કરી છે – PM Kisan Mandhan Yojana 2025.
આ યોજના હેઠળ ખેડૂતોને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને ₹3000 પેન્શન મળશે. એટલે કે વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા અને માન-સન્માન સાથેનું જીવન જીવવાની તક.
PM Kisan Mandhan Yojana 2025 શું છે?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી આ યોજના ખાસ કરીને નાના અને સીમાન્ત ખેડૂતો માટે છે. ઉંમર વધતી જાય ત્યારે ખેતી કરવી મુશ્કેલ બની જાય છે. એ સમયે આ યોજના ખેડૂતોને દર મહિને નિશ્ચિત આવક (₹3000) આપીને જીવન સરળ બનાવે છે.
આ યોજના શા માટે શરૂ કરવામાં આવી
વૃદ્ધાવસ્થામાં ઘણી વાર ખેતી ચાલુ રાખવી મુશ્કેલ બની જાય છે. આવક ઓછી થતી જાય છે અને જીવનમાં તકલીફો વધતી જાય છે. ખેડૂતોને ગૌરવપૂર્વક જીવન જીવવામાં મદદ કરવા અને વૃદ્ધાવસ્થામાં હાથ ખાલી ન રહે એ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. એ એક એવો સહારો છે જે ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં નિશ્ચિત આવક આપે છે.
કોણ અરજી કરી શકે
આ યોજનામાં માત્ર એવા ખેડૂતો અરજી કરી શકે છે જેમની વાર્ષિક આવક દોઢ લાખથી ઓછી છે. ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ખેડૂત તરીકે ઓળખાણ હોવી આવશ્યક છે. આધાર કાર્ડ, બેંક પાસબુક અને જમીનનો દાખલો જેવા દસ્તાવેજો અરજી સાથે જોડવા પડે છે
કેટલું ભરવું પડે અને કેટલું મળશે
જો ખેડૂત 18 વર્ષની ઉંમરે યોજનામાં જોડાય છે તો તેને દર મહિને 55 રૂપિયા જમા કરવાના રહે છે. સરકાર પણ એટલી જ રકમ ખેડૂતના ખાતામાં જમા કરે છે. ઉંમર વધતી જાય તેમ રકમ પણ વધે છે, અને 40 વર્ષની ઉંમરે દર મહિને બે સો રૂપિયા સુધી જમા કરવા પડે છે. પરંતુ જ્યારે 60 વર્ષની ઉંમર થાય છે ત્યારે આ યોજના અંતર્ગત દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળે છે.
યોજનાના મુખ્ય લાભો
આ યોજના હેઠળ ખેડૂતને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને પેન્શન મળે છે. ખેડૂત દ્વારા ભરાયેલી રકમ જેટલી જ સરકાર પણ ભરે છે, એટલે કે બમણો ફાયદો મળે છે. જો ખેડૂતનું અવસાન થાય તો તેની પત્ની અથવા પરિવારના સભ્યને પણ આ પેન્શન ચાલુ રહે છે. સૌથી મોટી વાત એ છે કે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ સરળ છે.
કેવી રીતે અરજી કરવી
આ યોજનામાં જોડાવા માટે બે રીતો છે. એક તો સીધી સત્તાવાર વેબસાઇટ pmkmy.gov.in પર જઈને ઑનલાઇન ફોર્મ ભરવું અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરવા. બીજી રીત એ છે કે નજીકના કૃષિ વિભાગ કે કોમન સર્વિસ સેન્ટર પર જઈને ફોર્મ ભરીને સબમિટ કરવું. બંને રીતે પ્રક્રિયા સરળ અને સહેલી છે.

0 Response to "PM Kisan Mandhan Yojana"
Post a Comment