Namo Laxmi Yojana Apply Online 2024



 Namo Laxmi Yojana Apply Online 2024: ગુજરાત સરકાર તરફથી વિદ્યાર્થીની ને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે થઈને વર્ષ 2024 25 ના બજેટમાં નમો લક્ષ્મી યોજના શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને જ્યારે તે 12 માં ધોરણની પરીક્ષા પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી કુલ 50,000 રૂપિયાની સહાય કરી દેવામાં આવેલી હશે.

તો શું તમે પણ આ યોજનાનો લાભ મેળવીને ગુજરાત સરકાર પાસેથી ₹50,000 ની આર્થિક સહાય સ્કોલરશીપ રૂપે મેળવવા માંગો છો તો તમારે પણ Namo Laxmi Yojana Gujarat 2024 વિશે સંપૂર્ણ જાણકારી મેળવવી જરૂરી છે જે અમે તમને આ આર્ટીકલ ના માધ્યમથી આપેલી છે.


નમો લક્ષ્મી યોજના 2024 | Namo Laxmi Yojana in Gujarati

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના ની શરૂઆત કરેલી છે. આ યોજના અંતર્ગત ધોરણ 9 અને 10 માં પાત્ર વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયાની સહાય કરવામાં આવશે જ્યારે ધોરણ 11 અને 12 માં પાત્ર લાભાર્થીઓને 15000 રૂપિયાની સહાય કરવામાં આવશે. આ રીતે કુલ મળીને જ્યારે વિદ્યાર્થીની બારમું ધોરણ પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી તેને કુલ 50 હજાર રૂપિયાની સહાય Namo Laxmi Yojana 2024 અંતર્ગત મળી ગઈ હશે.

યોજનાનું નામ નમો લક્ષ્મી યોજના

શરૂ કરવામાં આવી નાણામંત્રી કનુભાઈ દેસાઈ

ક્યારે જાહેરાત કરવામાં આવી 02/02/2024

વિભાગ શિક્ષણ વિભાગ, ગુજરાત

લાભાર્થી ધોરણ 9 થી 12 માં ધોરણ માં ભણતી વિદ્યાર્થીનીઓ

Online Application Start 27th May, 2024

First Installment Date 27th June, 2024

આર્થિક સહાય કુલ 50,000 રૂપિયા પ્રતિ વિદ્યાર્થિની

અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઇન અથવા ઓફલાઇન

Official Website https://www.gseb.org/

Namo Laxmi Yojana Benefits in Gujarati

અમે તમને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર તરફથી ધોરણ નવ થી ધોરણ 12 માં અભ્યાસ કરતી કુલ 10 લાખ કરતા વધારે કિશોરીઓને આર્થિક સહાયતા ગુજરાત સરકાર તરફથી મળી રહેશે. જ્યારે કોઈપણ વિદ્યાર્થીની બારમા ધોરણની પરીક્ષા પાસ કરશે ત્યારે ગુજરાત સરકાર તરફથી તેના માટે કુલ પચાસ હજાર રૂપિયાની જોગવાઈ કરેલી છે. જેની વધુ માહિતી નીચે આપેલા ટેબલ થી પ્રાપ્ત કરી શકો છો.‌

ધોરણઆર્થિક લાભની રાશિ
ધોરણ 910,000 રૂપિયા
ધોરણ 1010,000 રૂપિયા
ધોરણ 1115,000 રૂપિયા
ધોરણ 1215,000 રૂપિયા
કુલ રાશિ50,000 રૂપિયા

નમો લક્ષ્મી યોજના નો લાભ કોને મળશે? (Eligibility)

  • લાભાર્થી ગુજરાત રાજ્યના હોવા જરૂરી છે.
  • માત્ર ધોરણ 9 થી 12 માં ભણતી વિદ્યાર્થીનીઓને જ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.
  • સરકારી માળખા મુજબ વિદ્યાર્થીની ની અટેન્ડન્સ હોવી જરૂરી છે.
  • અરજદાર સરકારી તેમજ બિનસરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે.
  • અરજદાર વિદ્યાર્થીની ના પરિવારને વાર્ષિક ઇન્કમ 6 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જરૂરી છે.

Required Documents For Online Registration

  • Aadhar Card
  • School I’D
  • School Marksheet
  • Annual Income Certificate
  • Bank Account Details
  • Birth Certificate
  • Mobile Number

Namo Laxmi Yojana Apply Online 2024 (Application Form PDF)

ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ જલ્દી લક્ષ્મી યોજના અંતર્ગત ઓનલાઇન અરજી સ્વીકારવાની શરૂઆત કરવામાં આવશે. પરંતુ મિત્રો હાલમાં આવેલા અપડેટ અનુસાર હવે Namo Laxmi Yojana Application Form PDF ઉપલબ્ધ કરાવવામાં નહિ આવે. કેમ કે આ યોજના અંતર્ગત આવેદન પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઇન કરવામાં આવેલી છે.

ઓનલાઇન અરજી પ્રક્રિયા કરવા માટે લાભાર્થી એ તેમના વર્ગ શિક્ષક ની મુલાકાત લેવાની રહેશે. મુલાકાત લેતી વખતે ઉપર બતાવવામાં આવેલા બધા ડોક્યુમેંટ્સ સાથે લઈ જવાન રહેશે, એટલે તમારા વર્ગ શિક્ષક જ તમારી અરજી ઓનલાઇન આધકારીક વેબસાઇટ પર કરી દેશે. આ પ્રક્રિયા કોઈ પણ વિધ્યાર્થી પોતાની રીતે કાર શકશે નહિ.

0 Response to "Namo Laxmi Yojana Apply Online 2024"

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel