Gujarat Police Bharti 2024



 Gujarat Police Bharti 2024; લોકસભા ચૂંટણી પહેલા પોલીસ ભરતીને લઇ મોટા સમાચાર: પોલીસ ભરતીને રાજ્ય સરકારે લીલીઝંડી આપી દીધી છે, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 જગ્યા પર ભરતી કરવામાં આવશે જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે.



ગુજરાત પોલીસ વિભાગમાં એકસાથે 12000 ની ભરતી

જેલ મહિલા સિપાહીની 85 સહિત 12 હજાર પોલીસની ભરતી થશે. PSIની 472 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરાઈ છે જો કે, PSIની ભરતીના નિયમો ફરેફાર કરાયા છે. ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે. હવે દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે. વજન ધ્યાન પર નહીં લેવાય, 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે. બે પેપર રહેશે, એક પેપર 200 માર્કનું અને MCQ આધારિત રહેશે તો બીજું પેપર 100 માર્કનું રહેશે. હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માંથી કરેલ કોર્સ માટે પણ વધારાના ગુણ આપવામાં આવશે.

બુધવાર સુધીમાં જાહેરાત થશે

પોસઈના પરીક્ષા નિયમો,‌ ભરતી બોર્ડની રચનાનું જાહેરનામું‌ તથા ભરતી કરવાનો આદેશ ગૃહ વિભાગ તરફથી મળી ગયેલ છે. ટૂંક સમયમાં ભરતી નિયમો પણ બહાર પડનાર છે. ત્યારબાદ વહેલામાં વહેલી તકે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવશે. બુધવાર સુધીમાં જાહેરાત આપવાનું લક્ષ રાખેલ છે.

Gujarat Police Bharti 2024 New Rules

Gujarat Police PSI New RR 2024; પહેલા શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની પ્રિલીમ પરીક્ષા (MCQ TEST) લેવામાં આવતી હતી અને આ પ્રિલીમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના ત્રણ ગણા મેરીટોરીયસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા અને મુખ્ય પરીક્ષા પેપર-1(ગુજરાતી), પેપર-૨(અંગ્રેજી), પેપર-૩(સામાન્ય જ્ઞાન) તથા પેપર-4 (લીગલ મેટર્સ) દરેકના 100 ગુણ એમ કુલ-400 ગુણની MCQ Test હતી. હવે કુલ-3૦૦ ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. જેમાં બે પેપર રહેશે. પેપર-1 (GENERAL STUDIES (MCQ)) 0૩ કલાકનું અને 200 ગુણનું રહેશે તથા પેપર-2 (GUJARATI & ENGLISH LANGUAGE SKILL DESCRIPTIVE) 03 કલાકનું અને 100 ગુણનું રહેશે.











0 Response to "Gujarat Police Bharti 2024"

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel