Ambalal with deep depression forecast Aagai News વરસાદથી વિપદા : ખેડૂતો માટે ચિંતા જનક આગાહી, અંબાલાલે કહ્યું આ તારીખોમાં વરસાદી આફત, તારીખ 4, 5 અને 6 ઓગષ્ટ રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા.

વરસાદથી વિપદા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી છે, બંગાળીની ખાડીનું ડિપ ડિપ્રેશન ગુજરાતને અસર કરશે?. બંગાળના ઉપસાગરનું ડીપ ડીપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સીસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે જેને લઇ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે, જે અગાઉ હવામાન વિભાગ દ્વારા પણ જાણવામાં આવ્યું હતું.


આશ્લેષા નક્ષત્રમાં વરસાદ

અંબાલાલ પટેલ દ્વારા જણાવામાં આવ્યું હતું કે સાબરકાંઠા, પંચમહાલ અને બનાસકાંઠા તેમજ અરવલ્લીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઇ સકે છે તેમજ વડોદરા સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

આ અગાવ હવામાન વિભાગ દ્રારા તારીખ 2 ઓગસ્ટના રોજ આપેલ અપડેટ્સ મુજબ આગામી 2 દિવસ ગુજરાતમાં વરસાદનું ફરી આગમન થશે, ગુજરાત હવામાન વિભાગે આગામી 12 કલાક તથા 4 ઓગસ્ટ અને 5 ઓગસ્ટે ઉત્તર ગુજરાત (North Gujarat) તથા મધ્ય ગુજરાત (Madhya Gujarat) ના કેટલાક જિલ્લા માટે યલો એલર્ટ (yellow alert) આપ્યું છે, જયાં છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ (Heavy rain) થઈ શકે છે.

હવામાન વિભાગ દ્વારા પણ 1 થી 6 ઓગસ્ટ સુધી ગુજરાતના વિવિધ જીલ્લામાં વરસાદ થવાની સંભાવનાની વિગત ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી, જેમાં સૌરાષ્ટ્ર – કચ્છમાં છુટા છવાયા વરસાદ પડી સકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદ તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં છુટા છવાયા વરસાદની જાણકારી આપવામાં આવી હતી.

જોકે ગુજરાતમાં છેલ્લા બે ચાર દિવસથી મેઘસવારી એ વિરામ લીધો હોવાથી ખેડૂતોને હૈયે શાંતિ વળી છે, તમે છતાં પણ આવખતે ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા અથવા નદી નાળા છલકાઈ ને જે પાણી ખેતરમાં ફરી વળ્યા હતા તેના લીધે ખેડૂતોને ઘણું નુકશાન વેઠવું પડ્યું છે, અને બિયારણ, ખાતર અને દવામાં પૈસા વેડફાઈ ગયા હતા.

0 Response to "Ambalal with deep depression forecast Aagai News"

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel


close