Birth Certificate online in Gujarat Jast 2 minutes Download
Birth Certificate online in Gujarat 2023: જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન : ગુજરાત સરકારે જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર ઑનલાઇન ડાઉનલોડ કરવા માટે eolakh પોર્ટલ શરૂ કર્યું, કોઈપણ ગુજરાતનો નાગરિક આ પોર્ટલ દ્વારા જન્મ પ્રમાણપત્ર માટે ઑનલાઇન અરજી કરી શકે છે https://eolakh.gujarat.gov.in/, વિભાગ જન્મ અને મૃત્યુની નોંધણી કરી રહ્યું છે જે અંદરના વિસ્તારોમાં થાય છે.
How to get Online Birth Certificate in Gujarat | Gujarat Birth Certificate Online Registration Process. Check online application status @eolakh on the official website of birth and death certificates. ગુજરાતમાં જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું | ગુજરાત જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા । જન્મ પ્રમાણપત્રની સત્તાવાર વેબસાઈટ @eolakh પર ઓનલાઈન અરજીની સ્થિતિ તપાસો.
Birth Certificate online in Gujarat
પોસ્ટ ટાઈટલ | Birth Certificate online in Gujarat |
પોસ્ટ નામ | જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો |
વિભાગ | આરોગ્ય અને કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર |
રાજ્ય | ગુજરાત |
સત્તાવાર વેબ સાઈટ | eolakh.gujarat.gov.in |
સુવિધા | ઓનલાઈન |
જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો
જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો
- જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે આપની પાસે અરજી નંબર કે મોબાઈલ નંબર હોવો જરૂરી છે.
- અરજી નંબર સિસ્ટમ દ્વારા જન્મની નોંધણી વખતે રજુ કરવામાં આવેલ મોબાઈલ નંબર ઉપર SMSથી મોકલવામાં આવશે/મોકલવામાં આવેલ હશે. જે પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા સાચવી રાખવો.
- દાખલ કરવામાં આવેલ મોબાઈલ નંબર કે અરજી નંબર સાથે લીંક જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે.
- જો દાખલ કરવામાં આવેલ મોબાઈલ નંબર કે અરજી નંબર ખોટો હશે તો પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે નહી. તેમ છતાં તાંત્રિક કારણોસર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડે તો, સૌપ્રથમ સંબંધિત રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ)ની કચેરીનો કે જીલ્લા રજીસ્ટ્રાર(જન્મ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો કે તેમની કચેરીનો સંપર્ક સાધવા વિનંતી છે. સંપર્ક નંબરો હોમ પેજ ઉપર આપેલા છે.
- આ રીતે કોમ્પ્યુટરાઈઝ્ડ પદ્ધતિથી જનરેટ થતા પ્રમાણપત્રો માન્ય રાખવા અત્રેની કચેરી દ્વારા તારીખ 05/02/2020ના પરિપત્રથી વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલ છે.
જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કઈ રીતે કરવું?
- સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ https://eolakh.gujarat.gov.in પર જાઓ.
- ત્યારબાદ ડાઉનલોડ સર્ટીફીકેટ બટન પર ક્લિક કરો.
- ઓપ્શન પસંદ કરો -> જન્મ / મરણ.
- પસંદ કરો -> અરજી નંબર / મોબાઈલ નંબર.
- એક બોક્સમાં અરજી નંબર અથવા મોબાઈલ નંબર લખો.
- બીજા બોક્સમાં વર્ષ લખો.
- સર્ચ ડેટા બટન પર ક્લિક કરો.
- PDF ફાઈલ ડાઉનલોડ કરી લ્યો ભવિષ્યના ઉપયોગ માટે.
Important Links
જન્મ પ્રમાણપત્ર (Birth Certificate Online) ડાઉનલોડ કરવાની વેબસાઈટ કઈ છે ?
eolakh.gujarat.gov.in
eolakha સાઈટ પરથી કઈ સેવા મળશે ?
જન્મ / મરણ પ્રમાણપત્ર
જન્મ પ્રમાણપત્ર સેવા ક્યાં વિભાગ અંતર્ગત આવે છે ?
આરોગ્ય અને કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર
0 Response to "Birth Certificate online in Gujarat Jast 2 minutes Download"
Post a Comment